Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી

નવી દિલ્હી:ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાના ધમાકેદાર પ્રદર્શનથી તમામનું દિલ જીતી રહ્યો છે. ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ તેની બેટિંગના દિવાના થઈ ગયા છે. ગાંગુલીએ કોહલીની સરખામણી સચિન તેંડુલકર, બ્રાયન લારા, પોન્ટિંગ, દ્રવીડ, વીવીએસ લક્ષ્મણ અને સહેવાગ જેવા દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનો સાથે કરી છે. ગાંગુલીએ જણાવ્યુ કે, ટેસ્મટાં હાર બાદ વન-ડે શ્રેણીમાં ધમાકેદાર વાપસી ભારતીય ટીમ અને વિરાટ કોહલીનું વ્યક્તિત્વ દર્શાવે છે. ભારતીય ટીમ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. ગાંગુલીએ વધુમાં જણાવ્યુ કે, હું તેંડુલકર, દ્રવીડ, લક્ષ્મણ, સહેવાગ, પોન્ટીંગ અને લારા જેવા દિગ્ગજો સાથે રમી ચુક્યો છું. કોહલીનું સ્થાન આ લોકો સાથે છે. હું કોહલીને કંટ્રોલ અને અજસ્ટ કરવાની ક્ષમતાનો ખૂબ જ દિવાનો છું. બેટિંગ દરમિયાન તેની એનર્જી અને સ્ફુર્તિ જોવા જેવી હોય છે. ગાંગુલીએ જણાવ્યુ કે, ક્રિકેટ કરીયરમાં આટલી ઝડપી ૩૪ વન-ડે સદી બનાવવી અદ્ભુત છે. 

(5:29 pm IST)
  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST

  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST