Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ

સાઉથ આફ્રિકા સામે ત્રીજી વન-ડેમાં પોતાની કરીઅરની ૩૪મી સદી ફટકારનાર વિરાટ કોહલી સતત ચર્ચામાં છે. તેની પ્રશંસા કરનારાઓમાં ભારતીયો જ નહિં પણ પાકિસ્તાન સહિત તમામ વિદેશી દિગ્ગજોનાં નામ પણ સામેલ છે. સ્વિંગના સુલતાન ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન વસીમ અકરમે પણ એક શાનદાર સ્ટેટમેન્ટ સાથે વિરાટની પ્રશંસા કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન અકરમે કહ્યુ હતું કે ફીટનેસ ચોક્કસ મહત્વનો ભાગ ભજવે છે. એક ઉંમરે બેટ્સમેનને ખબર પડી જાય છે કે રન કેવી રીતે બનાવવાના છે. વિરાટના કેસમાં મને લાગે છે કે તેને આ વાતની ખબર ૨-૩ વર્ષ પહેલા જ પડી ગઈ હતી કે કેવા શોટ્ર્સ ફટકારવાના છે અને સ્થિતિને કઈ રીતે સમજવાની છે. દિગ્ગજ બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જનાર અકરમે કહ્યુ હતું કે કોહલીને જોવાની મજા આવે છે. જયારે તમે વિચારો છો કે તે જો હું યુવાન હોત અને વિરાટ સામે રમી રહ્યો હોત તો હું કઈ રીતે બોલીંગ કરતો હોત. મને લાગે છે કે તેની સમક્ષ બોલીંગ કરવામાં મુશ્કેલી પડી હોત. પિચના આધારે એમાં બહુ ફરક ન પડ્યો હોત, કારણ કે તે સંપૂર્ણ ખેલાડી છે. મને લાગે છે કે વર્લ્ડ ક્રિકેટમાં સચિન તેન્ડુલકર બાદ હવે તેનો વારો છે.

(12:34 pm IST)