Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કાલથી અંતિમ ટેસ્‍ટઃ વિરાટ કમબેક કરશે

ટીમ ઈન્‍ડિયાને આફ્રિકામાં ઈતિહાસ રચવાની તક : પૂજારા અને રહાણેને ટીમમાં જાળવી રખાશે તો હનુમા વિહારીનું પતુ કપાશેઃ ઈશાંતને પણ ટીમમાં સ્‍થાન મળે તેવી શકયતાઃ વરસાદની સંભાવના નહિવત

નવીદિલ્‍હીઃ  હવે ટીમ ઈન્‍ડિયાની નજર ત્રીજી ટેસ્‍ટ જીતીને સિરીઝ કબજે કરવા પર છે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે ૩ મેચની ટેસ્‍ટ શ્રેણીની અંતિમ મેચ આવતીકાલ મંગળવાર ૧૧ જાન્‍યુઆરીથી કેપટાઉનમાં રમાશે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર કેપટાઉન ટેસ્‍ટના પહેલા દિવસે વાદળછાયું આકાશ અને વરસાદની સંભાવના છે.  એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે લંચ પહેલાની રમત રમાઈ શકે છે, પરંતુ તે પછી હવામાન સાફ થઈ જશે.  ૧૧ જાન્‍યુઆરીએ કેપટાઉનમાં વરસાદની સંભાવના ૬૪ ટકા જણાવવામાં આવી રહી છે.  આ પછી, મેચના બીજા અને ત્રીજા દિવસે વરસાદ નહીં પડે.  તે જ સમયે, મેચના પાંચમા દિવસે વરસાદની સંભાવના માત્ર ૧૯ ટકા છે.  આ રીતે કહી શકાય કે મેચના પહેલા દિવસને બાદ કરતાં બાકીના ચાર દિવસ હવામાન સારું રહેશે.
ટીમ ઈન્‍ડિયાની પ્‍લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની પૂરેપૂરી શકયતા છે. વિરાટનું આગમન લગભગ ફાઈનલ છે. હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા કે અજીન્‍કીયા રહાણેમાંથી કોઈ એકનું પતુ કપાશે. પૂજારા અને રહાણેએ લાંબા સમય બાદ ફીફટી ફટકારી હતી. હવે ટીમ મેનેજમેન્‍ટ બન્‍ને અનુભવના આધારે જાળવી રાખશે. તો હનુમા વિહારીને બહાર બેસવું પડશે.
જયારે બોલીંગની વાત કરીએ તો સીરાજ ઈન્‍જર્ડ હોય તેના સ્‍થાને ઈશાંત શર્માને ટીમમાં સ્‍થાન મળી શકે છે.

 

(4:13 pm IST)