Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે ટી-20 સિરીઝ જીતી : અંતિમ મેચમાં ભારતનો 78 રને શાનદાર વિજય

ભારતીય ઓપનિંગ જોડીની ધુંવાધાર શરૂઆત : શિખર ધવન અને લોકેશ રાહુલે ફિફટી ફટકારી : બોલરોએ શ્રીલંકાને 15,5 ઓવરમાં 123 રનમાં ઘર ભેગી કરી

 

પુણે : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ પૂનાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ 201 રન બનાવ્યા હતા અને શ્રીલંકા સામે જીતવા માટે 202 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ 15.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા. અને આ મેચ ભારતે 78 રને જીતી લીધી છે.

ભારતની ધારદાર બોલિંગ સામે બેટ્સમેન ટકી શક્યા નહી. જ્યારે બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદરે 2-2 વિકેટ જસુપ્રિત બુમરાહ એક વિકેટ અને નવદિપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાનાં ફક્ત બે બેટસમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. એજ્લો મેથ્યુઝે 20 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. જેમાં 3 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

ધનજંય ડીસીલ્વાએ 36 બોલમાં 57 રન ફટકાર્યા જેમાં એક છગ્ગો અને 8 ચોગ્ગા હતા. બાકીનાં તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. સાથે સાથે બે બેટ્સમેન રન આઉટ થયા હતા. શ્રીંલકાની અડધી ટીમ 94 રને પેવેલિયન માં પહોંચી હતી. આમ ભારતીય બોલરોના તરખાટ સામે શ્રીંલકાનાં બેટ્સમેન પત્તાની માફક ખરી પડ્યા હતા.

શિખર ધવને 36 બોલમાં ધમાકેદાર 52 રનની ઈનિંગ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે લોકેશ રાહુલે તેમનો સાથ આપતા 36 બોલમાં 56 રનની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે આ મેચમાં સંજૂ સેમસનને તક મળી હતી પરંતુ આ તક ઝડપવામાં નિષ્ફળ નિવડ્યા છે. શ્રેયસ અય્યર પણ કંઈ ખાસ કરી શક્યા નથી. શ્રીલંકન બોલર લકશાન સનડાકાને ત્રણ વિકેટ ઝડપી છે.

શિખર ધવન અને કેએલ રાહુલની જોડીએ ભારતને તોફાની શરૂઆત આપી હતી. બંને ઓપનર મળીને પ્રથમ વિકેટ માટે 97 રન જોડ્યા હતા. શિખર સંદકનાએ ભારતની ઇનિંગની 11 મી ઓવરમાં શિખર ધવનને આઉટ કર્યો હતો. લક્ષણ સંદકાનાએ શિખર ધવનને દાનુષ્કા ગુનાથિલાકાના હાથે કેચ આપીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો.મનીષ પાંડેએ વિસ્ફોટક બેટીંગ કરી હતી 16 બોલમાં 25 રન ફટકાર્યા અને આ ઈનિંગમાં 3 ચોગ્ગા હતા સાથે સાથે કેપ્ટન કોહલી પણ રંગમાં રંગાયા હતા 17 બોલમાં 26 રન ફટકાર્યા હતા પરંતુ 164 રને તેમની વિકેટ પડી હતી.

શિખર ધવન 52 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન કોહલીની જગ્યાએ સંજુ સેમસનને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, એલબીડબ્લ્યુ બીજા બોલ પર થયો હતો. લોકેશ રાહુલ 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન વિરાટ કોહલી છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. કોહલી 26 રન બનાવીને રનઆઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર (0) પ્રથમ બોલ પર પેવેલિયન પરત ફર્યો.હતો 

(12:49 am IST)