Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ફિટનેસને લઈને સોશ્યલ મીડિયા પર ગાંગુલી સાથે મસ્તી કરતો તેન્ડુલકર

વેલડન દાદી ! કયા બાત હૈ!

ઇન્ડિયન ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કસરત કરતો ફોટો શેર કરતાં સચિન તેન્ડુલકરે તેની મજાક ઉડાડી હતી. ગાંગુલીએ ફોટો શેર કરીને લખ્યું હતું કે સવારે ઠંડીમાં કસરત કરીને ખૂબ ફેશ લાગે છે. આ ફોટો પર તેન્ડુલકરે કમેન્ટ કરી હતી,  'વેલડન દાદી! કયા બાત હે! '  આ કમેન્ટનો જવાબ આપતાં ગાંગુલીએ કમેન્ટ કરી હતી કે 'ચેમ્પિયન તારો આભાર. પહેલેથી જ ફિટનેસ ફ્રીક છું. તને યાદ છે આપણા ટ્રેઈનિંગના દિવસો?' સચિને સામે જવાબ આપ્યો હતો કે 'હા દાદી. અમે બધા જાણીએ છીએ કે તને ટ્રેઈનિંગ કેટલી પસંદ છે. ખાસ કરીને 'સ્કિપિંગ'. (ટ્રેઈનિંગને સ્કિપ કરવી.)'

(3:35 pm IST)