Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ટીર૦માં ઇન્ડિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનશે જસપ્રીત બુમરાહ?

આજે ઇન્દોરમાં છેલ્લો ટી-૨૦ : સાંજે ૭ થી પ્રસારણ

પુણે : આજે એક વિકેટ લેતાંની સાથે જસપ્રીત બુમરાહ ટીર૦માં સૌથી વધુ વિકેટ લેનાર ઇન્ડિયાનો બોલર બની જશે. અત્યાર સુધી બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ બાવન વિકેટ સાથે બરાબરી પર છે. ચહલે ૩૬ મેચમાં, અશ્વિને ૪૬ મેચમાં અને બુમરાહે ૪૪ મેચમાં બાવન વિકેટ લીધી છે. આ મેચમાં વધુ વિકેટ લઈને બુમરાહ આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

પહેલી મેચ વરસાદને કારણે ધોવાયા બાદ બીજી મેચમાં વિરાટ કોહલીની ટીમે દરેક ડિપાર્ટમેન્ટમાં અદભૂત પર્ફોર્મ કર્યું હતું. જસપ્રીત બુમરાહ ઘણો સમય ટીમમાંથી બહાર હતો. પરંતુ તેની બોલિંગ-લેંગ્થને જોઈને લાગતું નથી કે તેણે બ્રેક લીધો હોય. નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ પણ અદ્ભુત બોલિંગ કરી રહ્યા છે. સૈનીએ સતત ૧૪૦ની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવી દીધા હતા. બેટિંગમાં કે. એલ. રાહુલ અને શિખર ધવન સારૂ ઓપનિંગ કરી રહ્યા છે. આ ફાઇનલ ટીર૦માં ઇન્ડિયા સારૂ પર્ફોર્મ કરીને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે તૈયારી કરી શકે છે.

 આ સિરીઝને એક-એકથી ડ્રો કરવી હોય તો શ્રીલંકાએ તેમના દરેક ડિપાર્ટમેન્ટમાં મહેનત કરવાની જરૂર છે. ઇન્દોરમાં શ્રીલંકાના બેટ્સમેને ઘણા ડોટબોલ્સ નાખ્યા હતા અને એના પર તેમણે ફોકસ કરવાની જરૂર છે. ઇસુરુ ઉદાના બહાર થઈ ગયો હોવાથી લસિથ મલિન્ગા ટીમમાં એન્જેલો મેથ્યુઝનો સમાવેશ કરે એવું બની શકે છે. મેથ્યુઝની હાજરીથી શ્રીલંકાને બોલિંગ અને બેટિંગ બન્ને ક્ષેત્રમાં ફાયદો થઈ શકે છે.

(3:34 pm IST)