Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં મેરીકોમના નામે નંબર ૧ નો ખિતાબ: ૪૮ કિગ્રા કેટેગરીમાં ટોચના સ્થાને

મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી.

મણીપુરની સ્ટાર મેરીકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 6 વખત ગોલ્ડ જીતનારી વિશ્વની પ્રથમ મહિલા બોક્સર બની ભારતની દિગ્ગ્જ બોક્સર મેરીકોમે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપની ૪૮ કિલોગ્રામ કેટેગરી જીતીને ઇતિહાસ રચી દીધો હતો. મેરી વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી.

AIBAની અપડેટ કરેલા રેન્કિગમાં ૧૭૦૦ પોઇન્ટ સાથે મેરીકોમ ૪૮ કિગ્રા કેટેગરીમાં પ્રથમ સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ મેરી કોમ માટે ૨૦૧૮નું વર્ષ શાનદાર રહ્યું હતું. મેરીકોમ સામે સૌથી મોટો પડકાર ૨૦૨૦ ના ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાનો હશે. મેરીકોમ ૪૮ કિલોગ્રામની કેટેગરીમાં વર્લ્ડની નંબર ૧ બોક્સર છે પરંતુ ઓલિમ્પિકમાં આ કેટેગરીનો સમાવેશ થયો નથી. તેથી લંડન ઓલિમ્પિકની જેમ આ વખતે પણ તેને ૫૧ કિલોગ્રામમાં ભાગ લેવો પડશે.

(10:12 pm IST)