Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

12 જાન્યુઆરીથી શરૂ થશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડેનો જંગ

નવી દિલ્હી: ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. આગામી 12 જાન્યુઆરીથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે રમાવા જઇ રહી છે. એક પ્રકારે આ મેચને 30 મેથી શરૂ થવા જઇ રહેલા ICC વર્લ્ડ કપ પહેલા ભારત માટેની પૂર્વ તૈયારી તરીકે જોવાઇ રહી છે.ભારતીય ટીમ આ સિરીઝ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે, જ્યાં પાંચ વન-ડે અને ત્રણ T-20 મેચ યોજવામાં આવશે. એટલા માટે પણ ઑસ્ટ્રેલિયા સામે રમાવા જઇ રહેલી આ વન-ડે મેચ ટીમ માટે ફાયદાકારક સાબીત થઇ શકે છે. આગામી 12 જાન્યુઆરીનાથી રમાવા જઇ રહેલી ત્રણ મેચની આ વન-ડે ઑસ્ટ્રેલિયામાં રમાવા જઇ રહી છે. અગાઉ ભારતીય ટીમ દ્વારા ઑસ્ટ્રેલિયાની સામે તેમની જ ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી ઇતિહાસ રચ્યો છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન-ડે મેચ 12 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે 7:50 કલાકે શરૂ થશે. બીજી વન-ડે મેચ 15 જાન્યુઆરીએ એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે 8:50 કલાકે શરૂ થશે અને વન-ડેની ત્રીજી અને નિર્ણાયક મેચ 18 જાન્યુઆરીએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 7:50 કલાકે શરૂ થશે.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઇ રહેલી ભારતીય ટીમમાં વિરાટ કોહલી ( કપ્તાન ), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયુડૂ, દિનેશ કાર્તિક , કેદાર જાધવ, મહેન્દ્ર સિંઘ ધોની(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, અલીલ અહમદ, મોહમ્મદ શમી અને યજવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાં આરોન ફિંચ (કપ્તાન), ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, પીટર હૈંડ્સકૉમ્બ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, જેય રિચર્ડસન, બિલી સ્ટાનલેક, જેસન બેહરેનડોર્ફ, પીટર સિડલ, નાથન લિયોન, એડમ જંપાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

(5:45 pm IST)