Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વિરાટ સેના પર પાકિસ્તાની ખેલાડીઓ આફરીન

પાકિસ્તાનના દિગ્ગજ બોલર વસીમ અકરમ સહિત ઘણા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતનાર પહેલી ટીમ બનવા બદલ ભારતની પ્રશંસા કરી છે. કરાંચીમાં આયોજીત એક સમારંભમાં તેણે કહ્યું હતું કે આ પ્રદર્શન બદલ વિરાટ કોહલીની પ્રશંસા થવી જોઈએ એટલુ જ નહિં, પણ ભારતમાં મજબૂત ડોમેસ્ટીક ક્રિકેટના માળખાને કારણે જ આ સફળતા મળી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોઈન ખાને કહ્યું હતું કે એશીયાની કોઈપણ ટીમ માટે ઓસ્ટ્રેલિયામાં જીતવું ઘણી અઘરી વાત હતી. આ વિજય બાદ ભારતને શ્રેય મળવુ જોઈએ. પૂજારા, કોહલી અને પંતના બેટીંગ પ્રદર્શનને કારણે બોલરો કોઈપણ પ્રકારના દબાણ વગર સારૂ પ્રદર્શન કરી શકયા હતા.

(3:58 pm IST)