Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

WWFની રિંગમાં ટૂંક સમયમાં એન્ટ્રી કરશે દુનિયાનો સૌથી તાકાતવર આ રેસલર

નવી દિલ્હી: વિશ્વનો સૌથી શક્તિશાળી રેસલર તરીકે ઓળખાતો એડી હોલ ટૂંક સમયમાં WWFની રિંગમાં એન્ટ્રી કરવાનો છે. એક વેબસાઇટને આપેલા ઈન્ટર્વ્યૂહમાં કહ્યું કે તેને રેસલિંગ રમવાની ઓફર મળી છે. અને તેના પર તે વિચાર કરી રહ્યો છે. એડી હોલે 2017માં 'વર્લ્ડ સ્ટ્રોન્ગેસ્ટ મેન'નો ખિતાબ જીત્યો છે.

એડી હોલે આઈસલૅન્ડના હેફતોર જોનરસન ને હરાવીને દુનિયાનો સૌથી તાકતવર ઈન્સાનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મુકાબલામાં એડીએ 500 કિલો ટૌરને 6 વખર પલ્ટી કર્યા અને 320 કિલો વજન સાથે સ્ક્વોટ્સ કર્યું હતું. એડી હોલનું વજન 200 કિલોથી ઓન વધુ છે.એડીને ડોક્ટરે કહ્યું કે જો તે વજન ઓછું નહીં કરે તો તેના જીવને જોખમ છે. 

(4:31 pm IST)