Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટરફાઇનલમાં પહોંચી સરિતા અને સોનિયા

નવી દિલ્હી: પૂર્વ વિશ્વ ચેમ્પિયન સરિતા દેવી અને એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં રજત પદક વિજેતા સોનિયા લાઠાર બીજી એલિટ રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રેલવે સપોર્ટ પ્રોમોશન બોર્ડની સોનિયાએ પંજાબની પ્રીતિને ફેડરવેટ વર્ગમાં પરાસ્ત કરી હતી. સોનિયાએ પોતાની જબરદસ્ત બોક્સિંગથી 5-0થી જીત નોંધાવી હતી. ફાઇનલમાં તેની ટક્કર તાજેતરની વિશ્વ યુવા ચેમ્પિયન પસંદ થયેલ હરિયાણાની શશી ચોપડાથી થઇ શકે છે.જેને મહારાષ્ટ્રની સલોની શાહને 4-1થી હરાવી હતી.લાઈટવેટ વર્ગમાં સરિતાએ તમિલનાડુની મુત્થુલક્ષ્મીને હરાવી હતી.

(4:30 pm IST)