Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ક્રિપ્ટોસ સે ભી તેઝ ગિર રહી હૈ અપની પર્ફોર્મન્સ યાર

પ્રસાદે કહ્યું ક્રિકેટની થિન્ક ટેન્કને ટીમનો પર્ફોમન્સ સુધારવાના હેતુથી આકરા નિર્ણયો લેવા જરૃરી : આઈપીએલ શરૃ થઈ ગયા બાદ એકપણ વખત ટી-૨૦ વર્લ્ડકપ જીત્યા નથી, પાંચ વર્ષમાં વન-ડે રેકોર્ડ પણ ભંગાર

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટરો વીરેન્દ્ર સેહવાગ અને વેન્કટેશ પ્રસાદ બાંગ્લાદેશમાં પહેલી બન્ને વન-ડે હારીને સિરીઝની ટ્રોફી ગુમાવી બેઠેલી ભારતીય ટીમના અપ્રોચની ખૂબ ટીકા કરી છે અને કહ્યું છે કે આ જૂનાપુરાણા અભિગમથી રમો તો ન જીતી શકાય. વીરુદાદાએ  ટ્વિટર પર આક્રોશ ઠાલવતાં એવું પણ લખ્યું કે 'ક્રિપ્ટોસ સે ભી તેઝ ગિર રહી હૈ અપની પર્ફોર્મન્સ યાર.'

વાઈટ બોલ ક્રિકેટના ફોર્મેટમાં ભારતનો પર્ફોર્મન્સ થોડા સમયથી કંગાળ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની નામોશી પહેલાં ન્યુઝીલેન્ડમાં વન-ડે સિરીઝ ૦-૧થી હારી ગયા હતા. સેહવાગે ટીમ ઈન્ડિયાને 'હવે તો જાગો' એવા કથન સાથે પોતાની આગવી સ્ટાઈલમાં કહ્યું કે હવે તો તમારે પર્ફોર્મન્સ સુધારવો જ પડશે. જેમ ૨૦૧૫માં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપના પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી, પરંતુ પછીથી કેટલાંક આકરાં પગલાં ભરવામાં આવ્યાં હતાં અને એ ટીમ પછીથી એવી એકસાઈટિંગ થઈ ગઈ કે ૨૦૧૯માં વર્લ્ડ કપ જીતી ગઈ. ભારતે આવો અપ્રોચ અપનાવવાની જરૃર છે.

આઈપીએલની ૨૦૦૮માં શરૃઆત થયા બાદ આપણે ટી-૨૦નો એકેય વર્લ્ડ કપ નથી જીત્યા અને છેલ્લાં પાંચ વર્ષમાં વન-ડેમાં પણ આપણો પર્ફોર્મન્સ ખરાબ રહ્યો છે. આટલા લાંબા સમયથી આપણે લાંબા સુધારી જ નથી શકયા.

મદનલાલે કહ્યું કે ભારતીય ટીમ યોગ્ય દિશામાં નથી જઈ રહી. ખેલાડીઓમાં શકિત અને પેશન જેવું કંઈ દેખાતું નથી. છેલ્લાં બે વર્ષમાં મને આપણી ટીમમાં જોશ જેવું કંઈ દેખાયું જ નથી.

વેન્કટેશ પ્રસાદે ભારતીય ક્રિકેટની થિન્ક-ટેન્કને ટીમનો પર્ફોર્મન્સ સુધારવાના હેતુથી થોડા આકરા નિર્ણય લેવાની સલાહ આપી છે.(

(4:36 pm IST)