Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પંતએ કેચ છોડયો તો દર્શકો ધોની-ધોની બૂમો પાડવા લાગ્‍યાઃ કોહલીએ આવુ ન કરવા કહ્યું

વેસ્‍ટ ઇન્‍ડિઝ વિરૂદ્ધ તિરૂવનંતપૂરમ માં બીજી ટી-ર૦ દરમ્‍યાન ભારતીય વિકેટકીપર રિષભ પંતએ કેચ છોડયો તો  મેદાનમાં હાજર દર્શકો ધોની-ધોની બૂમો પાડવા લાગ્‍યા.

આ પછી ભારતીય કેપ્‍ટન વિરાટ કોહલીએ  દર્શકોને આવું ન કરવા કહ્યું આ પહેલા કોહલીએ કહ્યુ હતુ કે પંત માટે દર્શકોએ ધોની - ધોની બોલવું એ અનુચિત છે. અને એમણે આવુ ન કરવું જોઇએ.

(11:38 pm IST)