Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ક્રિકેટ જેટલું ટેનિસનું ટેલિકાસ્ટ નથી થતું એ દુર્ભાગ્યપૂર્ણ છે : રોહન બોપન્ના

ખભાની ઈજાને લીધે ખસી જનાર ટેનિસ સ્ટાર બોપન્ના કતાર ઓપનથી કમબેક કરશે

મુંબઈ : ભારતીય ટેનિસ સ્ટાર પ્લેયર રોહન બોપન્નાને લાગે છે કે દેશમાં ક્રિકેટ જેટલું ટેનિસનું અને ખાસ કરીને ડબલ્સની મેચનું ટેલિકાસ્ટ થતું ન હોવાથી દેશમાં ટેનિસનો યોગ્ય વિકાસ નથી થઈ રહ્યો. આગામી મુંબઈ મેરેથોન માટે સ્પેશ્યલ ટીશર્ટ અને શૂઝ લોન્ચિંગ વખતે બોપન્નાએ જણાવ્યું હતું કે ટેનિસના ડબલ્સ મુકાબલાઓને ટીવીમાં દેખાડવામાં નથી આવતા એ દુર્ભાગ્યપૂર્ણ છે.

ઉપરાંત અમે જયારે રમતા હોઈએ છીએ ત્યારે ત્યાં જોવા માટે કોઈ મીડિયાવાળા પણ નથી હોતા. બીજી તરફ ક્રિકેટની મેચો રોજેરોજ દેખાડાતી હોય છે અને એનું સારી રીતે કવરેજ થતું હોવાથી યંગસ્ટર્સ એ તરફ વધારે આકર્ષાય છે અને એમાં કરીઅર બનાવવાનું પસંદ કરે છે. દેશનાં બાળકો તમને રમતા જોઈ રહ્યાં છે એ બાબત એક રમતવીરને ખૂબ પ્રોત્સાહિત કરતી હોય છે. આ બાબતે દેશમાં બદલાવ આવવો ખૂબ જરૂરી છે.

પાકિસ્તાન સામેના ડેવિસ કપ મુકાબલાઓમાં ખભાની ઈજાને લીધે ખસી જનાર ટેનિસસ્ટાર રોહન બોપન્નાએ આવતા મહિને રમાનારી કતાર ઓપનથી કમબેક કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.

(3:48 pm IST)