Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચક દે... ઈન્ડિયન જુનિયર વુમન્સ હોકી ટીમે જીતી ત્રણ દેશોની ટુર્નામેન્ટ

કેનબેરાઃ ઈન્ડિયન જુનિયર વુમન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ત્રણ દેશોની ટુર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ ચાર મેચમાં સાત- સાત પોઈન્ટ્સ હાંસલ કર્યા હતા. પણ કરેલા ગોલની સંખ્યામાં ફેરફાર હોવાને લીધે ભારતે આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ભારત તરફથી એકમાત્ર ગોલ ગગનદીપ  કૌરે કર્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ ૧-૨થી હારી ગઈ હોવા છતાં તે આ ટુર્નામેન્ટમાં વિજેતા રહી હતી.

(3:47 pm IST)