Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વુમન્સ બિગ બેશ લીગમાં બ્રિસ્બેન હાર્ટ વુમન્સ ચેમ્પિયન

વુમન્સ બિગ બેશ લીગ ૨૦૧૯માં રમાયેલી ફાઈનલ મેચમાં બ્રિસબેન હાર્ટ વુમન્સે એડીલેડ સ્ટ્રાઈકર્સ વુમન્સને ૬ વિકેટે માત આપી હતી. બર્થ મૂનીને ૪૫ બોલમાં નાબાદ ૫૬ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી, જયારે સોફી ડિવાઈનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી હતી. બ્રિસબેન હાર્ટ વુમન્સ બીજીવાર ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. ગયા વર્ષે પણ તે આ ટુર્નામેન્ટમાં વિજેતા રહી હતી.

(3:45 pm IST)