Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મેસીની હેટ-ટ્રિકથી જીત્યું બાર્સેલોના : હવે રોનાલ્ડોનો રેકોર્ડ તોડશે

ફુટબોલની ચાલી રહેલી લા લિગા લીગમાં આજર્િેન્ટનાના લિઓનેલ મેસીએ મારેલી હેટ-ટ્રિકથી બાર્સેલોનાએ માલ્લોર્કાને ૫-૨થી પરાજય આપ્યો છે.

આ સાથે લિયોનેલ મેસીએ લા લિગા લીગમાં ૩૫મી હેટ્રિક કરી સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની આ હેટ્રિકને લીધે તેણે પોતાના પ્રતિદ્વંદ્વી ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

(3:44 pm IST)