Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સાઉથ એશિયન ગેમ્સની ફાઈનલમાં સાત ભારતીય બોકસરોની એન્ટ્રી

કાઠમાંડુ : નેપાલમાં ચાલી રહેલી ૧૩મી સાઉથ એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતના સાત બોકસરોએ એન્ટ્રી કરી લીધી છે. ૫૬ કિલોગ્રામ કેટેગરીમાં સચિન સિવાચ, ૭૫ કિલોગ્રામ કેટેગરીમાં અંકિત ખટાના, ૪૯ કિલોગ્રામ કેટેગરીમાં વિનોદ તનવાર અને ૯૧ કિલોગ્રામ કેટેગરીમાં ગૌરવ ચૌહાણ સહિત મહિલાઓની ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં એસ.કલૈવાનીએ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

અંકિત ખટાનાએ પોતાની કેટેગરીમાં પાકિસ્તાનના હુસૈન મોહમ્મદ આરીફને માત આપી હતી. ગૌરવ ચૌહાણે નેપાલના અર્જુન સીગુને ૫-૦થી, જયારે વિનોદ તનવારે પોતાના હરીફને ૫-૦થી પછડાટ આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

(3:44 pm IST)