Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સાઉથ એશિયન ગેમ્સમાં રેસલર સાક્ષી અને રવિન્દર જીત્યાં ગોલ્ડ

ગઈ કાલે ૧૩મી સાઉથ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતીય રેસલર સાક્ષી મલિકે મહિલાઓની ૬૨ કિલોગ્રામ કેટેગરીમાં અને રવિન્દરે પુરુષોની ૬૧ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ બે પ્લેયરોએ જીતેલા ગોલ્ડ મેડલની મદદથી ભારતે રેસલિંગ ઇવેન્ટમાં જીતેલા કુલ ગોલ્ડ મેડલની સંખ્યા ચાર થઈ છે. સાક્ષીએ આ મેડલ ૧૦-૦ના માર્જિનથી પોતાને નામ કર્યું હતું, જયારે રવિન્દરને પાકિસ્તાની રેસલર એમ. બિલાલ સામે જીતવા મહેનત કરવી પડી હતી.

સાક્ષી અને રવિન્દર ઉપરાંત ૮૬ કિલોગ્રામ કેટેગરીમાં પવન કુમારે અને ૫૯ કિલોગ્રામ કેટેગરીમાં અંશુએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યા હતા.

(3:44 pm IST)