Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

એડિલેડ ટેસ્ટની સાથે સાથે

ફિન્ચને ખોટીરીતે આઉટ અપાતા ભારતને રાહત

એડિલેડ, તા,૯ : એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા ઉપર મજબૂત પકડ જમાવી દીધી છે. બીજી ઇનિંગ્સમાં ૩૨૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે આજે રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૧૦૪ રન કર્યા હતા. તેને હજુ પણ ૨૧૯ રનની જરૂર છે અને તેની છ વિકેટ હાથમાં છે. આવતીકાલે પાંચમાં અને છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચ બચાવવા માટે જોરદાર સંઘર્ષ કરવાની ફરજ પડી શકે છે.

*   એડિલેડ ટેસ્ટ જીતવા ઓસ્ટ્રેલિયાને હવે વધુ ૨૧૯ રનની જરૂર છે

*   ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં ચાર વિકેટે ૧૦૪ રન બનાવ્યા છે

*   છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચ બચાવવા ભારે સંઘર્ષ કરવાની જરૂર પડી શકે છે

*   આજે ચોથા દિવસે એરોન ફિન્ચને એલબી આઉટ અપાયો હતો પરંતુ રિવ્યુમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, ઇશાંતે ફેંકેલો બોલ નો બોલ હતો

*   ખ્વાજા અને માર્ક્સ હેરિસ પણ મેદાન પર ટકી શક્યા ન હતા

*   અગાઉ ભારતીય ટીમ આજે ૩૦૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી

*   ભારતે સાત વિકેટ માત્ર ૪૭ રનમાં ગુમાવી દીધી હતી જેથી ટીમ ઇન્ડિયાએ વધારે લીડ મેળવી ન હતી

*   ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને છ વિકેટ ઝીંકીને તરખાટ મચાવ્યો હતો

*   એડિલેડ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ છે

*   ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ઓસ્ટ્રેલિયા ભારતથી ખુબ આગળ છે

*   પેટ કમિન્સ હાલના વર્ષોમાં જોરદાર બોલર તરીકે ઉભરી ચુક્યો છે.

*   ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જોરદાર દેખાવ કરવા તૈયાર છે

*   ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૪ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર પાંચ ટેસ્ટ મેચ જીતી છે.

*   વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે

*   છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે

(7:49 pm IST)