Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

હોકી વર્લ્ડ કપ: ભારતે કેનેડાને 5-1થી કચડ્યું : ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યો શાનદાર પ્રવેશ

લલિત ઉપાધ્યાયએ બે ગોલ ફટકાર્યા : હરમનપ્રીત સિંહ, ચિંગલેનસાના સિંહ અને અમિત રોહિદાસે એક-એક ગોલ કર્યા

 

ભુવનેશ્વર: ઓડિશામાં ચાલી રહેલી પુરૂષ હોકી વર્લ્ડ કપમાં ભારતીય હોકી ટીમે જોરદાર પ્રદર્શન દેખાડતા પૂલ સીમાં મુખ્ય રહી સીધા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે કેનેડાને 5-1થી હરાવ્યું છે.

  કલિંગા સ્ટેડિયમમાં રમાઇ રહેલી પૂલ-સી મેચમાં ભારતે માટે લલિત ઉપાધ્યાય (47મી અને 57મી મીનિટે)એ બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત હરમનપ્રીત સિંહે 12મી, ચિંગલેનસાના સિંહે 46મી અને અમિત રોહિદાસે 51મી મીનિટમાં ગોલ કર્યા હતા.

કેનેડા માટે સોન ફ્લોરિસ વાને 39મી મીનિટમાં એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતે ત્રણ મેચોથી 7 અંક મેળવ્યા છે. ભારતે તેની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું અને ત્યારબાદ બેલ્જિયમની સાથે 2-2થી મેચ ડ્રો કરી હતી.

(10:54 pm IST)