Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

જો અઝહરુદ્દીન મામલે નિર્ણંય બદલી શકાય તો મારા માટે પ્રતિબંધ કેમ ના હટાવી શકાય :શ્રીસંથ

નવી દિલ્હી :પ્રતિબંધિત ક્રિકેટ ખેલાડી એસ શ્રીસંતે  સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં તેના પર લગાવામાં આવેલો આજીવન પ્રતિબંધનો નિર્ણયએ બહું કોઠોર નિર્ણય છે. તેનું કહેવું છે,કે તેની પાસે અંગ્રેજી કાઉન્ટીમાં મેચ રમવાનો પ્રસ્તાવ છે

  . શ્રીસંતનું કહેવું છે, કે અત્યાર સુધી તે ચાર વર્ષથી આ પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. જ્યારે 2013માં સ્પોર્ટ્સ ફિક્સિંગના કેસમાં 2015માં દિલ્હીની એક કોર્ટ દ્વારા તેને નિર્દોશ જાહેર કરવામાં આવ્યો છે.

શ્રીસંતે કહ્યું કે જ્યારે 2000માં મેચ ફિક્સિંગના પ્રકરણમાં સામેલ થવાને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ક્રિકેટરથી રાજનેતા બનેલા મોહમ્મદ અજહરૂદ્દીનના મામલે તેને બદલી શકવામાં આવ્યો છે. તો તેના પર સગાવામાં આવેલો પ્રતિબંધ કેમ ન હટાવી શકાય

  આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે આઠ નવેમ્બર,2012 પોતાના નિર્ણયમાં કહ્યું કે અજરૂદ્દીન પર લાગેલો આજીવન પ્રતિબંધનો આરોપ કાયદાની વિરૂદ્ધ કહીને કહ્યું કે, કાયદાના વિવેચનમાં આ ક્યાંય પણ ટકી શકે તેમ નથી.

(10:20 pm IST)