Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

લિયોનેલ મેસ્સીથી શાનદાર હતા ડિએગો મારાડોના: પેલે

ફૂટબોલ જગતમાં હંમેશા ચર્ચા ચાલતી રહે છે કે, આર્જેન્ટીનાનો સર્વશ્રેષ્ઠ ફુટબોલ ખેલાડી કોણ છે. આ મામલામાં ડિએગો મારાડોના અને લિયોનેલ મેસ્સીનું નામ લેવામાં આવે છે. કોઈ મારાડોનાને શાનદાર માને છે તો કોઈ મેસ્સીના કૌશલ્યના ચાહક છે.

યુવા પ્રશંસકોએ ઘણા એવા છે જેણે મારાડોનાની રમતના જૂના વીડિયો જોયા છે. ફૂટબોલ જગતના દિગ્ગજોમાં સામેલ પેલેનું માનવું છે કે, આર્જેન્ટીનાના દિગ્ગજ ડિએગો મારાડોના વર્તમાનમાં દેશના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીથી શાનદાર છે. બાર્સિલોનાના ફોરવર્ડ મેસ્સી આ વખતે છઠ્ઠો બાલોન ડિ ઓરનો ખિતાબ ન જીતી શક્યો અને તે ખેલાડીઓની યાદીમાં પાંચમાં સ્થાને રહ્યો હતો.

(11:54 am IST)