Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ડોપિંગ ટેસ્ટ મામલે અફઘાનિસ્તાન બેટ્સમેન મોહમ્મ્દ શહેજાદ પર એક વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હી:આંતરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશને અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહેજાદે પર ડોપિંગમાં ટેસ્ટમાં રહેવાના કારણે એક વર્ષનો પ્રતિબંધિત લગાવવામાં આવ્યો છે.

આઈસીસીએ નિવદેનમાં જણાવ્યું છે કે, વિકેટકીપર બેટ્સમેનએ અજાણતામાં પ્રતિબંધિત પદાર્થ હાઈડ્રોક્સિક્ટ લીધો હતો. તે વજન ઓછુ કરવા માટે દવા લઇ રહ્યા હતા. મોહમ્મદ શહેજાદે અત્યાર સુધી ૫૮ વનડે અને એટલી ટી-૨૦ આંતરાષ્ટ્રીય મેચ રમી છે. ૨૯ વર્ષીય ક્રિકેટરને આઈસીસી એન્ટી-ડોપિંગ કાયદાના અનુચ્છેદ . નું ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.આઈસીસીએ જણાવ્યું છે કે, મોહમ્મદ શહેજાદને ૧૭ જાન્યુઆરી ૨૦૧૭ ના દુબઈમાં સ્પર્ધાના પરીક્ષણ હેઠળ, પેશાબનો નમૂનો લેવામાં આવ્યો હતો. તેમના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં ક્લેઈન બ્યુટેરૉલ જોવા મળ્યું હતું જેના કારણે વાડાએ પ્રતિબંધિત દવાઓની યાદીમાં રાખી છે.

 

(6:31 pm IST)