Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

શ્રીલંકાના મુખ્ય કોચ તરીકે ચંદિકા હથુરાસિંહની નિયુક્તિ

નવી દિલ્હી: ચંદિકા હથુરાસિંઘેને શ્રીલંકાના મુખ્ય કોચ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે અને તે ૨૦ ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) બાબતની જાહેરાત કરી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ચંદિકા હથુરાસિંઘેને શ્રીલંકા ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ કોચ હશે.

એસએલસીએ જાહેરાતમાં જણાવ્યું હતું કે, ચંદિકા હથુરાસિંઘે ફરીથી શ્રીલંકા ક્રિકેટથી જોડાશે. અગાઉ તે શ્રીલંકા- ટીમ (૨૦૦૬-૨૦૦૯) ના મુખ્ય કોચ અને રાષ્ટ્રીય ટીમ (૨૦૦૯-૨૦૧૦) ના કોચ હતા.ચંદિકા હથુરાસિંઘે અગાઉ બાંગ્લાદેશના મુખ્ય કોચ હતા જેના કારણે તેમની ટીમે સારૂ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન બાંગ્લાદેશે શ્રીલંકાને પણ હરાવ્યું હતું. શ્રીલંકા જૂનમાં ગ્રાહમ ફોર્ડના પદ છોડ્યા બાદ સ્થાઈ મુખ્ય કોચની શોધમાં લાગ્યા હતા. ચંદિકા હથુરાસિંઘે ઇંગ્લેન્ડમાં ૨૦૧૯ માં યોજાનાર વર્લ્ડ કપ સુધી તે કોચ પદ પર બન્યા રહે તેવી સંભાવના છે.

 

(6:31 pm IST)