Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

નેત્રહીન કંચનમાલા પાંડે બની ભારતની પ્રથમ વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયન

નવી દિલ્હી:મહારાષ્ટ્રના નાગપુરની કંચનમાલા પાંડેએ ઈતિહાસ રચી દીધો છે. નેત્રહીન કંચનમાલા વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પ્રથમ તૈરાક બની છે. મેક્સિકોમાં ચાલી રહેલ ટૂર્નામેન્ટમાં કંચનમાલાએ કિર્તીમાન પ્રાપ્ત કર્યુ છે. એસ-૧૧ શ્રેણીમાં ૨૦૦ મીટરના મેડલી ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ તેણે જીતવામાં સફળતા મેળવી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરનાર કંચનમાલાને મેક્સિકોમાં મેડલ જીતવાની તો આશા હતી પરંતુ ગોલ્ડ મેડલ અંગે તેણે વિચાર્યુ પણ નહતુ. તેણે ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ જણાવ્યુ કે, મેં વર્લ્ડ ચેમ્પિયનની સારી તૈયારી કરી હતી. મને મેક્સિકોમાં સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ હું ગોલ્ડ મેડલ મેળવીને હેરાન છું. હું મેડલ મેળવીને ખૂબ ખુશ છું

 

(6:31 pm IST)