Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

હોકી વર્લ્ડ લીગની સેમિફાઇનલમાં ભારતનો આર્જેન્ટિના સામે 1-0થી પરાજય

નવી દિલ્હી: ભારતીય મેન્સ હોકી ટીમને ઘરઆંગણે ચાલી રહેલી હોકી વર્લ્ડ લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. ભુવનેશ્વરમાં વરસતા વરસાદમાં રમાયેલી સેમિ ફાઈનલમાં ભારત ભારે સંઘર્ષ બાદ આર્જેન્ટીના સામે -૧થી હારી ગયું હતુ. સાથે આર્જેન્ટીનાએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. જ્યારે ભારતની હજુ બ્રોન્ઝ મેડલ જીતવાની આશા જીવંત રહેવા પામી છે. હોકી વર્લ્ડ લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયા કે જર્મનીનો સામનો કરવો પડશે. આવતીકાલે બંને ટીમો વચ્ચે સેમિ ફાઈનલ રમાશે, જેમાં વિજેતા ટીમ રવિવારે રમાનારી ફાઈનલમાં આર્જેન્ટીનાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ રવિવારે સાંજે .૧૫થી ભારત સામે બ્રોન્ઝ મેડલ મેચ રમશે. આજે રમાયેલી સેમિ ફાઈનલમાં આર્જેન્ટીના તરફથી મેચની ૧૭મી મિનિટે ગોન્ઝાલો પૈલ્લાતે ગોલ ફટકાર્યો હતો, જે આખી મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ બની રહ્યો હતો. ભારતે મેચમા પાછા ફરવા માટે જોરદાર સંઘર્ષ કર્યો હતો, પણ તેઓ આર્જેન્ટીના ડિફેન્સ અને ગોલકિપરને બીટ કરી શક્યા નહતા.

(6:29 pm IST)