Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અપર કટ શોટ ફટકારવાનો વિચાર અચાનકથી જ આવ્યો હતો

સચિને દક્ષિણ આફ્રિકા સામે આ શોટ ફટકારેલો

નવી દિલ્હીઃ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેડુલકરે કહ્યું કે મેં મારી કારકીર્દીમાં ઉપરથી કટ કરવાની પ્રેકટીસ કયારેય કરી નથી. જાણી જોઇને આ શોટ રમવાની યોજના પણ કયારેય બનાવી ન હતી. યુ-ટયુબ ઉપર સચીને કહ્યું કે ૨૦૦૨માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં આ શોટ રમવાનો પ્રયાસ કરેલ. પ્રશ્નોતરી દરમિયાન એક પ્રશંસકે સચિનને પ્રશ્ન પુછયો કે તમે અપર કટનો અભ્યાસ કર્ર્યો હતો કે મેચ દરમિયાન આ શોટ અચાનક જ ફટકારી દીધો હતો. ?

જવાબમાં સચિને કહ્યું કે ૨૦૦૨માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં બ્લુફોન્ટેન ટેસ્ટમાં અમે પ્રથમ બેટીંગ કરી રહયા હતા.  મખાયા એનટીનીએ ઓફ સ્ટમ્પ ઉપર શોર્ટ ઓફ લેન્થ બોલ ફેંકતા આ શોટ ફટકાર્યો હતો.

(3:38 pm IST)