Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ભારત-બાંગ્લાદેશની વચ્ચે આવતીકાલે નાગપુરમાં મેચ થશે

ભારત ૨-૧થી શ્રેણી જીતવા માટે સંપૂર્ણ સજ્જ : રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે : બાંગ્લાદેશ પણ લડાયક દેખાવ કરવા માટે તૈયાર

નાગપુર, તા. ૯ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચ આવતીકાલે નાગપુર ખાતે રમનાર છે. આ મેચ નિર્ણાયક બની રહેશે કારણ કે પ્રથમ મેચ બાંગ્લાદેશે જીતી લીધા બાદ બીજી મેચ રાજકોટ ખાતેની ભારતે જીતી હતી. જેથી આ મેચ પર તમામની નજર રહેશે. આવતીકાલે રવિવારના દિવસે આ મેચ હોવાથી મોટી સંખ્યામાં ચાહકો પણ નાગપુરમાં મેચ જોવા માટે પહોંચે તેવી શક્યતા છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ૨-૧થી શ્રેણી જીતવા ઉત્સુક છે. ટીમ ધરખમ દેખાવ માટે સજ્જ છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યુ છે કે ટીમ ઇન્ડિયા એક દિશામાં કામ કરી રહી છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે પ્રભુત્વ હાંસલ કરવાની તેની યોજના છે. જેથી દરેક ક્ષેત્રમાં શક્ય બને તેટલા સુધારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લી શ્રેણીમાં અમે જુદી જુદી જોડીને મેદાનમાં ઉતરીને કસૌટી કરી ચુક્યા છીએ. આ પરંપરા હજુ જારી રહેનાર છે. બીજી બાજુ બાંગ્લાદેશી ખેલાડી હમેંશા લડાયક રહ્યા છે. તેમની ટીમમાં અનેક મોટા સ્ટાર બેટ્સમેનો પણ રહ્યા છે.

                મોટા મોટા અપસેટ સર્જવા માટે ટીમ જાણીતી રહી છે. દક્ષિણ આફ્રિકા સામે હાલમાં ટ્વેન્ટી મેચોમાં જોરદાર દેખાવ ટીમ ઇન્ડિયાએ કર્યો હતો. વર્તમાન શ્રેણીમાં ભારત પાસે કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોને અજમાવવાનો સમય છે. યુજવેન્દ્ર ચહલ ફરી એકવાર ટીમમાં પરત ફર્યો છે. ભારત પાસે બેટિંગમાં મજબૂત તાકાત દેખાઈ રહી છે.ભારત પાસે રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન અને કેએલ રાહુલ પણ છવાઇ જવા માટે તૈયાર છે. પ્રથમ મેચમાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ ટીમ ઇન્ડિયા તેની ક્ષમતા મુજબ દેખાવ કરવા માટે આશાવાદી છે. મેચનુ પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે. બાંગ્લાદેશની ટીમ પણ નબળી દેખાઈ રહી છે. કારણ કે ટીમમાં શાકીબ અલ હસન, તામિમ ઇકબાલની ગેરહાજરી છે. આ ઉપરાંત મશરફી મુર્તઝા પણ ટૂંકી ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ ચુક્યો છે. મોહમ્મદ સૈફુદ્દીન ઇજાના કારણે ઉપલબ્ધ નથી. ટીમમાં અરાફાત સમી અને અલ અમીન હુસૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ટી-૨૦ મેચમાં ત્રણ વર્ષ અગાઉ રમ્યા હતા. શાકીબ ઉપર પ્રતિબંધ બાદ બાંગ્લાદેશની ટીમમાં જે આશાસ્પદ ખેલાડીઓ દેખાઈ રહ્યા છે તેમાં મહેમુદુલ્લા, રહીમ અને રહેમાનનો સમાવેશ થાય છે.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિવમ દુબે, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ

બાંગ્લાદેશ : લિન્ટન દાસ, સૌમૈયા સરકાર, મોહમ્મદ નઇમ, મોહમ્મદ મિથુન, મુશફકીર રહીમ, મહેમુદુલ્લા (કેપ્ટન), હુસૈન, આફીક હુસૈન, અરાફાત સમી, એમ રહેમાન, અલ અમીન હુસૈન, અબુ હૈદર, તેજુલ ઇસ્લામ.

શ્રેણીનો પૂર્ણ કાર્યક્રમ...

નાગપુર, તા.૯ : નાગપુરમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. નાગપુર ખાતે રમાનારી મેચનુ પ્રસારણ સાંજે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે. મેચની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

*   ૧૦મી નવેમ્બરના દિવસે રાજકોટમાં નાગપુરમાં ત્રીજી ટ્વેન્ટી મેચ રમાશે (પ્રસારણ સાંજે સાત)

*   ૧૪મી નવેમ્બરથી ઇન્દોરમાં પ્રથમ ટેસ્ટ ( પ્રસારણ સવારે ૯-૩૦)

*   ૨૨મી નવેમ્બરના દિવસે કોલકત્તામાં  બીજી ટેસ્ટ

(8:10 pm IST)
  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST