Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અન્ડર-૧૯ ચેલેન્જર કપ માટે ભારતીય ટીમ જાહેર: ઇન્ડિયા એ, ઇન્ડિયા બી અને ઇન્ડિયા સી ત્રણે ટીમની જાહેરાત કરી દેવાઈ

ધ્રુવ જોરેલને ઇન્ડિયા-એની કેપ્ટનશીપ,પ્રિયગ ગર્ગ ઇન્ડિયા બીની આગેવાની કરશે. જ્યારે ઇન્ડિયા સી ટીમનું નેતૃત્વ કર્ણાટકના શુભાંગ હેગડેને સોંપાયું

મુંબઈ : અખિલ ભારતીય જુનીયર પસંદગી સમિતિએ અન્ડર-૧૯ ચેલેન્જર કપ ૨૦૧૯ માટે ઇન્ડિયા એ, ઇન્ડિયા બી અને ઇન્ડિયા સી ત્રણે ટીમની જાહેરાત કરી દીધી છે. ટુર્નામેન્ટમાં ચોથી ટીમ નેપાળ એને પણ સામેલ કરવામાં આવશે. આ ટ્રોફીની શરૂઆત હૈદરાબાદમાં ૧૧ નવેમ્બરથી થશે.

 ઉત્તર પ્રદેશના વિકેટકીપર ધ્રુવ જોરેલ ઇન્ડિયા-એની કેપ્ટનશીપ કરશે, જ્યારે તેમના જ રાજ્યના સાથી પ્રિયગ ગર્ગ ઇન્ડિયા બીની આગેવાની કરશે. જ્યારે ઇન્ડિયા સી ટીમની આગેવાની કર્ણાટકના શુભાંગ હેગડેને છોપવામાં આવી છે.

ઇન્ડિયા એ ટીમ પ્રકાર છે : યશસ્વી જયસવાલ, સાઈ સુદર્શન, જય ગોહિલ, સમીર રિજવી, અર્જુન મુર્હુત, ધ્રુવ ચંદ જોરેલ (કેપ્ટન અને વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, કૃતજ્ઞ કુમાર સિંહ, અમન ભદૌરિયા, ઋષભ બંસલ, પૂર્ણાંક ત્યાગી, પ્રિન્સ યાદવ, દશરથ કુમાર, અનિકેત રેડ્ડી, દેબોપ્રતીમ હલ્દર

કોચ - પારસ મમ્બ્રે

ઇન્ડિયા બી ટીમ આ પ્રકાર છે : તિલક વર્મા, સાગર દહિયા, યશ ધૂલ, પ્રિયમ ગર્ગ (કેપ્ટન), સિદ્ધેશ વીર, કાર્તિક કૃષ્ણ, દિવ્યાંશ જોશી, અથર્વ અંકોલેકર, રવિ બીશ્રોઈ, નિર્મલ કુમાર, આકાશ સિંહ, એકિવબ ખાન, વિવેક કુમાર, નેહાલ પજની, હર્ષ જમ્વાલ

કોચ - અભય શર્મા

ઇન્ડિયા સી આ પ્રકાર છે : શુભાંગ હેગડે (કેપ્ટન), દિવ્યાંશ સક્સેના, અર્જુન આજાદ, પ્રદોપ રાજન પોલ, શાશ્વત રાવત, વરુણ લવાંડે, કુમાર કુશાગ્ર વિકેટકીપર, સૌરવ ડાગર, રવિ રોશન, વિક્રાંત ભદૌરિયા, સીટીએલ રક્ષણ, ધનીત રાઉત, વિધાઘર પાટીલ, આર્ય સેઠી, યુસુફ મુજ્ત્વા,

કોચ - ઋષિકેશ કાનેકટર

(12:02 pm IST)
  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST