Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વુમન્સ વર્લ્ડકપ ટી-20 :વિન્ડિઝમાં ધમાકેધાર પ્રારંભ : 10 ટીમો વચ્ચે 23 મેચનો મુકાબલો : કાર્યક્રમ જાહેર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટુર્નામેન્ટનો પ્રથમ મેચ :રાત્રે 8-40 વાગ્યાથી જામશે રોચક જંગ

ગુયાનાઃ આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપની છઠ્ઠી સીઝનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી આ ટૂર્નામેન્ટ 24 નવેમ્બર સુધી ચાલશે. આ વિશ્વ કપમાં કુલ 23 મેચ રમાવાની છે. મહિલા વિશ્વકપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. જેમાં ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ભાગ લેશે. વિશ્વકપના તમામ મેચ સેન્ટ લૂસિયા, ગયાના અને એન્ટિગામાં રમાશે. 

 

 
બે ગ્રુપમાં ટીમ લઈ રહી છે ભાગ
ગ્રુપ-એઃ સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ શ્રીલંકા
ગ્રુપ-બીઃ ભારત, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન

પૂર્ણ કાર્યક્રમ (ભારતીય સમયાનુસાર)
નવેમ્બર 9, શુક્રવાર મેચ-1: ભારત vs ન્યૂઝીલેન્ડ, ગ્રુપ B, ગુયાના, 8:30 pm 
નવેમ્બર 10,શનિવાર મેચ-2: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, ગ્રુપ B, ગુયાના, 1:30 am 
નવેમ્બર 10, શનિવાર મેચ-3: વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ, ગ્રુપ A, ગુયાના, 5:30 am 
નવેમ્બર 11, રવિવાર મેચ-4: ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, ગ્રુપ A, ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am 
નવેમ્બર 11, રવિવાર મેચ-5: ભારત vs પાકિસ્તાન, ગ્રુપ B, ગુયાના, 8:30 pm
નવેમ્બર 12, સોમવાર મેચ-6: ઓસ્ટ્રેલિયા vs આયર્લેન્ડ, ગ્રુપ B, ગુયાના, 1:30 am 
નવેમ્બર 13, મંગળવાર મેચ-7: ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ, ગ્રુપ A, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા, 1:30 am 
નવેમ્બર 13, મંગળવાર મેચ -8: શ્રી લંકા વિ સાઉથ આફ્રિકા, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 5:30 am 
નવેમ્બર 14, બુધવારે મેચ -9: પાકિસ્તાન vs આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 1:30 am 
નવેમ્બર 14, બુધવાર મેચ -10: ઑસ્ટ્રેલિયા વિ ન્યૂઝીલેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 5:30 am 
નવેમ્બર 15, ગુરુવારે મેચ -11: શ્રીલંકા વિ Bબાંગ્લાદેશ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 15, ગુરુવાર મેચ -12: વેસ્ટ ઇન્ડીઝ વિ સાઉથ આફ્રિકા, ગ્રૂપ એ, ગ્રૉસ આઈલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 15, ગુરુવારે મેચ -13: ભારત vs આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 8:30 pm
નવેમ્બર 16, શુક્રવાર મેચ -14: ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન, ગ્રુપ બી, ગુયાના, 1:30 am
નવેમ્બર 17, શનિવાર મેચ -15: ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 17, શનિવાર મેચ -16: વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રી લંકા, ગ્રૂપ એ, ગ્રૉસ આઈલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 17, શનિવાર મેચ -17: ભારત vs ઑસ્ટ્રેલિયા, ગ્રુપ બી, ગુયાના, 8:30 pm
નવેમ્બર 18, રવિવાર મેચ -18: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 1:30 am
નવેમ્બર 18, રવિવાર મેચ -19: વેસ્ટ ઈન્ડિઝ વિ ઇંગ્લેન્ડ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 19, સોમવાર મેચ -20: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -1: ટીબીસી વિ ટીબીસી (એ 1 વી બી 2), એન્ટિગા, 1:30 am
નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -2: ટીબીસી વિ ટીબીસી (એ 2 વી બી 1), એન્ટિગા, 5:30 am
નવેમ્બર 25, રવિવાર ફાઇનલ: ટીબીસી વિ ટીબીસી, એન્ટિગા, 5:30 am

(5:49 pm IST)