Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

શ્રીસંતે જ્યોતિષને કહ્યું ક્રિકેટ નહિ ક્રિએટીવ ફિલ્‍ડમાં આગળ વધો

મુંબઇ : બિગ બોસ 12ની સીઝન પોતાની ચરમસીમાએ પહોંચી ગઇ છે. બિગ બોસની 12મી સીઝનમાં મહેમાનો હંમેશા આવતા-જતા હોય છે. જેમાં હમણા ઘરમાં જ્યોતિષ આવ્યા હતા.

તેમણે બધા કન્ટેન્સ્ટનું ભવિષ્ય જણાવ્યું હતું. ભારતના ક્રિકેટર શ્રીસંત હાલમાં બિગ બોસ સિઝનના સ્પર્ધક છે. તેમણે શ્રીસંતને કહ્યું વર્ષે કોઇ સારા સમાચાર મળશે. ત્યારબાદ શ્રીસંતે જ્યોતિષને પૂછ્યું કે તે શું ઇન્ટરનેશનલ ક્રિકટમાં પરત ફરશે?

જેના જવાબમાં જ્યોતિષે કહ્યું કે તેઓ ક્રિકેટની બદલે ક્રિએટીવ ફિલ્ડ પર ફોક્સ રાખે. ઉલ્લેખનીય છે કે શ્રીસંત છેલ્લા સાત-આઠ વર્ષથી ભારતીય ટીમની બહાર છે. જ્યારે બીજી તરફ શ્રીસંતની પછી હવે રોમિલે એક નવો પેંતરો રજી બધાને હક્કા-બક્કા કરી દીધા છે.

(1:15 pm IST)