Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ભારત સામેની ટી-20 મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત

નવી દિલ્હી:ટીમ ઇન્ડિયા વિરુદ્વ 21 નવેમ્બરથી શરુ થઇ રહેલી T-20 મેચમાં સીરીઝ માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગુરુવારે 13 સદસ્યોની ટીમનું એલાન કરી દીધું છે. સીરીઝ માટે ઑસ્ટ્રેલિયાએ 3 મોટા ખેલાડીઓને આરામ આપ્યો છે. ભારતીય ટીમે T-20 સીરીઝ માટે પોતાની ટીમની ઘોષણા કરી છે.ઑસ્ટ્રેલિયાએ T-20 સીરીઝથી ઝડપી બૉલર મિચેલ સ્ટાર્ક, ઑફસ્પિનર નાથન લિયોન અને ઑલરાઉન્ડર મિચેલ માર્શને રેસ્ટ આપ્યો છે. તો બીજી બાજુ ભારત વિરુદ્વ 4 ટેસ્ટ અને શ્રીલંકાની વિરુદ્વ 2 ટેસ્ટ મેચની સીરીઝને ધ્યાનમાં રાખતાં ઘરેલુ ટૂર્નામેન્ટ શેફીલ્ડર શીલ્ડમાં રમવું સાચુ રેહશે. ઑસ્ટ્રેલિયા ટીમ:
એરૉન ફિંચ( કેપ્ટન), એલેક્સ કેરી, એશ્ટન આગર, જેસન બેહરનડોર્ફ, નાથન કોલ્ટર નાઇલ, ક્રિસ લિન, ગ્લેન મૈક્સવેલ, બેન મૈક્ડરમટ, ડાર્સી શૉર્ટ, બિલી સ્ટાનલેક, માર્કસ સ્ટોઇનિસ, એંડ્રયૂ ટાઇ અને એડમ જંપા.

(1:17 pm IST)