Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

પહેલા વનડેમાં ન્યઝીલેન્ડે પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે  અબુધાબીના રમવાની ત્રણ વનડે મેચની સિરીઝમાં પહેલી વનડે મેચ પાકિસ્તાન સામે 47 રનથી જીત મેળવી લીધી છે. પાકિસ્તાન સામે 267 રન ના લક્ષ્ય હતું અને ટીમ 47.2 ઓવેરમાં 219 રણમાં આઉટ થઇ ગઈ હતી. મેન ઓફ ધ મેચ બનેલ ટેન્ટ બોલ્ટ વિકેટમાં હેટ્રિક બનાવી હતી. બોલ્ટ ત્રીજી જ ઓવરમાં સતત ત્રણ બોલમાં ફખ્ર જમા, બાબર આઝમ અને મોહહમ્ફ હફિઝને આઉટ કર્યા હતા.

(1:08 pm IST)
  • આણંદ: બોરસદ પાસે ઇંટોના ભઠ્ઠા પર ગોંધી રખાયેલા 45થી વધુ મજૂરોને તંત્ર દ્વારા છોડાવવામાં આવ્યા : મજૂરોમાંથી એક વ્યક્તિએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી જેથી તંત્રએ મજૂરોને છોડાવ્યા : હાલ તમામ મજૂરોને રાજીવ ગાંધી ભવનમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામા આવ્યા છે અને કાલે તેમને તેમના વતન મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 11:23 pm IST

  • આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં એક મુસાફરોની બસ પલટી ખાવાના પગલે લગભગ 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 મુસાફરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માતના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તિર્વા મૅડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, મુસાફરોછી ભરેલી બસ દિલ્હી થી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન કોતવાલી વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ તેની જાણ પોલીસને કરી હતી. access_time 11:50 am IST

  • અંકલેશ્વર GIDC ની આમ્રપાલી ચોકડી સ્થિત ચામુંડા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ access_time 6:45 pm IST