Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

બોલરે લીધો 360 ડિગ્રી ટર્ન, અમ્પાયર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા

 

નવી દિલ્હી: ક્રિકેટમાં ઘણા બોલરો એવી અલગ-અલગ સ્ટાઈલથી બોલિંગ કરતા હોય છે કે ક્રિકેટ ફેન્સ ચોંકી જતા હોય છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટનો એક એવો મામલો સામે આવ્યો છે કે જ્યાં અમ્પાયર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.

સીકે નાયડૂ ટ્રોફીમાં બોલરે નાખ્યો આશ્ચર્યજનક બોલ

હકીકતમાં, સીકે નાયડૂ ટ્રોફી દરમિયાન એક બોલર બોલિંગ કરતી વખતે પોતે 360 ડિગ્રી ફરી ગયો, જે અમ્પાયરને યોગ્ય ન લાગ્યું અને તેમણે તેને ડેડ બોલ જાહેર કરી દીધો. આ ચોકાવનારો બોલ ઉત્તર પ્રદેશના શિવસિંહે ફેંક્યો હતો. યુપી અને બંગાળ વચ્ચેની મેચ દરમિયાન તેણે આ રીતે બોલિંગ કરી હતી. અમ્પાયરે તેને ડેડ બોલ જાહેર કરતા શિવસિંહે આશ્ચર્યમાં હતો.

માઈકલ વોર્ન, બિશનસિંહ બેદીએ શેર કર્યો વીડિયો

વીડિયોમાં તેની ટીમ આ અંગે અમ્પાયર સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ ફેન્સની સાથે-સાથે ક્રિકેટના દિગ્ગજોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર માઈકલ વોન, ભારતીય ટીમના પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર બિશન સિંહ બેદીએ આ વીડિયો શેર કર્યો છે.

શિવસિંહે કહ્યું, પહેલી વખત નથી નાંખ્યો આવો બોલ

પોતાની સ્પષ્ટતામાં શિવસિંહે કહ્યું કે, તેણે આવો દડો પહેલી વખત નથી ફેંક્યો. શિવસિંહના કહેવા મુજબ, તેણે વિજય હઝારેમાં પણ આવો જ દડો ફેંક્યો હતો. શિવસિંહે માને છે કે, બેટ્સમેન રિવર્સ સ્વીપ લગાવી શકતો હોય, તો બોલરને પણ કંઈક નવું કરવાની તક આપવી જોઈએ.

 

(12:23 pm IST)