Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પ્રથમ વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો 8 વિકેટે સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય

પ્રથમ મેચમાં પ્રિયા પૂનિયાએ અણનમ 75 રનોની ધમાકેદાર ઈનિંગ રમી

મુંબઈ : પ્રિયા પૂનિયાએ અણનમ 75 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી. અને આ ઈનિંગ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચોની વનડેમાં પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 8 વિકેટે જીત મેળવી છે યજમાન ટીમના વિજયમાં પૂનિયા ઉપરાંત યુવા બેટ્સમેન જેમીમાહ રોડ્રિગેજ 55 રનનું યોગદાન આપ્યું હતું. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 45.1 ઓવરમાં 164 રન બનાવીને ભારતનું લક્ષ્‍ય 41.4 ઓવરમાં હાંસલ થયું હતું.

   આ મેચ સાથે મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર પણ બની છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતીય બોલરો સમક્ષ નમ્યું હતું. મુલાકાતી ટીમ તરફથી મારિયાને કેપએ સૌથી વધુ 54 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત લૌરા વોલવાર્ટે 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી અનુભવી ઝુલન ગોસ્વામીએ વધુમાં વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે અન્ય ત્રણ બોલરોએ બે વિકેટ લીધી હતી.

 

(10:11 pm IST)