Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સાઈના નેહવાલના ટ્વિટ બાદ વિઝા- ઈશ્યુ ૨૪ કલાકમાં સોલ્વ

નવીદિલ્હીઃ સાઇના નેહવાલે તેની ટુર્નામેન્ટ માટે ઊભા થયેલા વિઝાના ઇશ્યુને લઈને એકસટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરની મદદ માગી હતી. આ ઇશ્યુ ફકત ર૪ કલાકમાં સોલ્વ કરી દેવામાં આવ્યો હતો. ડેન્માર્ક ઓપનની શરૂઆતના એક અઠવાડિયા પહેલાં સાઈના અને તેના ટ્રેઇનરના વિઝા હજી સુધી પ્રોસેસ કરવામાં નહોતા આવ્યાં. ડેન્માર્ક ઓપનમાં સાઈના ગયા વર્ષે રનર-અપ રહી હતી. ઓકટોબરની ૧૫થી ર૦મી દરમ્યાન તેની ડેન્માર્કના ઓડેન્સમાં મેચ છે. આ વિશે સાઇનાએ ટ્વીટ કર્યું હતું, ડેન્માર્ક માટે મને અને માર ટ્રેઈનરને અર્જન્ટ વિઝાની જરૂર છે. ઓડેન્સમાં આવતા અઠવાડિયે મારી  ટુર્નામેન્ટ છે અને હજી સુધી અમારા વિઝાની પ્રોસેસ નથી થઈ. આવતા અઠવાડિયે મંગળવારે અમારી મેચ શરૂ થવાની છે, એસ. જયશંકર સર.

આ ટ્વીટ બાદ સરકારે તરત જ એના પર કામ કર્યું હતું અને ૨૪ કલાકમાં જ એ પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી.

(3:37 pm IST)