Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રણવીરને જોયા બાદ ઝિવાનું શું રીએકશન હતું?

મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝિવાએ બોલીવુડ- એકટર રણવીર સિંહને જોઈને ગજબનું રીએકશન આપ્યું હતું. હાલમાં એક ઇવેન્ટમાં રણવીરે જે  ચશ્માં પહેર્યાં હતાં એવાં ચશ્માં ઝિવા પાસે છે. આ બન્નેનો ફોટો શેર કરીને ધોનીએ લખ્યું હતું, રણવીરને જોઈને ઝિવાને થયું કે તેણે મારાં ચશ્માં કેમ પહેર્યાં છે. ત્યાર બાદ તે ઉપર જઈને તેનાં ચશ્માં ચેક કરી આવી હતી. ત્યાર બાદ તેણે કહ્યું કે મારાં ચશ્માં તો ઘરમાં જ છે. બાળકો આજે એકદમ અલગ છે. સાડાચાર વર્ષનો હતો ત્યારે મને એકસરખાં ચશ્માંની ખબર સુધ્ધાં નહોતી પડતી. રણવીરને ફરી ઝિવા જયારે મળશે ત્યારે તે કહેશે કે મારી પાસે પણ સેમ ચશ્માં છે.

(3:36 pm IST)