Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પુણેમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાં વરસાદ વિલન બને તેવી શકયતા

વરસાદ અટકતાની 20 મિનિટમાં મેચ શરૂ થઈ શકે: આઉટફિલ્ડની નીચે રેતીનુ લેયર છે

પુણે ; હવામાન વિભાગની આગાહી મુજબ પુણેમાં આગામી કેટલાક દિવસોમાં વાવાઝોડુ ફુંકાઈ શકે છે. સ્થિતિ જોતા લાગે છે કે, જો આ ટેસ્ટ સમય પર શરૂ થઈને સમય પર પુરી થઇ શકશે નહીં ચમત્કાર હશે.

  એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સ્થાનિક આયોજકોનો દાવો છે કે, જો વરસાદ પડે તેવા સંજોગોમાં વરસાદ અટકતાની 20 મિનિટમાં મેચ શરૂ થઈ શકે છે. કારણકે આઉટફિલ્ડની નીચે રેતીનુ લેયર હોવાથી ગ્રાઉન્ડ તરત જ રમવા લાયક બની શકે છે.

   જોકે વરસાદના કારણે મેચ ડ્રો થાય તો આઈસીસી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપના નવા નિયમો પ્રમાણે બંને ટીમને 13-13 પોઈન્ટ મળશે.જ્યારે જીતનાર ટીમને 40 પોઈન્ટ મળતા હોય છે.આમ દરેક મેચ મહત્વની હોય છે.હાલમાં તો પૂણેમાં તડકો છે પણ આગામી દિવસોમાં તોફાન સાથે વરસાદની આગાહી છે.પહેલા દિવસે વરસાદનુ વિઘ્ન નડી શકે છે.

   દક્ષિણ આફ્રિકા વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી ટેસ્ટ ગુમાવી ચુક્યુ છે. હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપના રેન્કિંગમાં ભારત 160 પોઈન્ટ સાથે પહેલા, ન્યૂઝીલેન્ડ 60 પોઈન્ટ અને શ્રીલંકા 60 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ચોથા અને પાંચમા ક્રમે છે.

(10:53 am IST)