Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

#MeToo: હવે જ્વાલા ગુટ્ટાનો ખુલાસો: એક અધિકારીએ ખતમ કરી નાખી મારી કારકિર્દી!

જ્વાલાનું કહેવું છે કે તેનું શોષણ શારીરિક નહીં પણ માનસિક હતું

નવી દિલ્હી :મહિલાઓના યૌન ઉત્પીડન સામે #MeToo કેમ્પેઈને હાલમાં દેશભરમાં હલચલ મચાવી દીધી છે.અભિનેત્રી તનુશ્રી દત્તાના નાના પાટેકર પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા પછી બીજી મહિલાઓ પણ ખુલાસા કરી રહી છે ત્યારે યાદીમાં હવે બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો. જોકે જ્વાલાનું કહેવું છે કે તેનું શોષણ શારીરિક નહીં પણ માનસિક હતું

 જવાલા ગુટ્ટાએ ટ્વિટર પર લખ્યું હતું કે મને લાગે છે કે મારે પણ પોતાની સાથે થયેલા માનસિક શોષણને બહાર લાવું જોઈએ.

    ગુટ્ટાએ લખ્યું હતું કે 2006માં જ્યારથી આ વ્યક્તિ ચીફ બન્યો છે. તેણે મને નેશનલ ચેમ્પિયન હોવા છતા ટીમમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે હું રિયોથી પાછી ફરી તો નેશનલ ટીમમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે તે વ્યક્તિ સફળ ન થઈ શક્યો તો તેણે મારા સાથીઓને ધમકીઓ આપી હતી અને તેમને પરેશાન કર્યા હતા.તેણે મને દરેક પ્રકારે અલગ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. રિયો ઓલિમ્પિક પછી જે ખેલાડી સાથે મારે મિક્સ ડબલ્સ રમવાની હતી તેને પણ ધમકી આપવામાં આવી હતી. મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ કારણે મેં રમત છોડી દીધી હતી.

(12:52 am IST)