Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

યુથ ઓલિમ્પિકમાં 16 વર્ષીય મનુ ભાકરે જીત્યો ગોલ્ડ :ભારતને અપાવ્યો સૌ પ્રથમ ગોલ્ડ મેડલ

 

બ્યુનસ આયર્સઃ ભારતીય નિશાનેબાજ મનુ ભાકરે યુથ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ભારતનો પ્રથમ ગોલ્ડ છે. 16 વર્ષની મનુ રમતોત્સવમાં ભારતની ધ્વજવાહક પણ હતી. તે વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે

   હરિયાણાની મનુ બાકરે 236.5 પોઈન્ટ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મનુ ભાકર 576 પોઈન્ટ સાથે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ટોપ પર રહી હતી. રશિયાની ઈયાના ઈનિનાએ 235.9 પોઈન્ટ સાથે સિલ્વર અને નિનો ખુત્સબરિદ્ઝે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

(10:58 pm IST)