Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પીબીએલ-4 લીલામી: સાઇના, સિંધુ અને શ્રીકાંતને ૮૦-૮૦ લાખ ખરીદાયા

નવી દિલ્હી:પીબીએલની ચોથી સિઝન માટે ખેલાડીઓની બોલી લગાવાઈ હતી જેમાં ૨૩ દેશના ૧૪૫ ખેલાડીઓ ઊતર્યા હતા જેમના પર નવ ફ્રેન્ચાઇઝીસે દાવ લગાવ્યો હતો. લીગમાં નવી ટીમ સામેલ થતાં કોઇ પણ ટીમ પાસે રાઇટ ટુ મેચ કાર્ડ નહોતો અને ૨૦૧૫ બાદ પ્રથમ વખત એવું થયું કે, તમામ ખેલાડીઓની બોલી લાગી હતી. ચોથી સિઝનની લિલામીમાં સાઇના, સિંધુ અને શ્રીકાંતને ૮૦-૮૦ લાખ રૂપિયામાં ખરીદાયા હતા. પીબીએલની ચોથી સિઝન ૨૨ ડિસેમ્બરથી ૧૩ જામ્યુઆરી સુધી યોજાશે.ચોથી સિઝનની લિલામીની શરૂઆત ભારતની સ્ટાર ખેલાડી સાઇના નેહવાલના નામ સાથે થઈ હતી. એવી આશા હતી કે, તેને મોટી રકમ મળશે પરંતુ તેને કોઈ ખરીદનાર મળ્યું નહોતું. બીજા રાઉન્ડમાં એક વાર ફરી લિલામીમાં રાખવામાં આવી હતી અને બીજી વખતે નોર્થ-ઇસ્ટર્ન વોરિયર્સે ૮૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.લીગની નવી ટીમ પુણે સેવન એસે સ્પેનની કેરોલિના મારિનને લિલામીમાં પોતાની પ્રથમ ખેલાડી ખરીદી હતી. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ પીવી સિંધુને વર્તમાન ચેમ્પિયન હૈદરાબાદ હન્ટર્સે ૮૦ લાખ રૂપિયામાં પોતાની સાથે જોડી હતી. ભારતના ટોચના ખેલાડી કિદાંબી શ્રીકાંત બેંગ્લુરૂ રેપ્ટર્સ ટીમે ૮૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

(5:11 pm IST)