Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કાઉન્ટીમાં રમવાનો ઘણો લાભ થયો

ચેતેશ્વર પૂજારાના પપ્પા અરવિંદ પૂજારાના મતે ઈંગ્લેન્ડ સામેના પ્રવાસ પહેલા યોર્કશર તરફથી રમવાને લીધે તે ત્યાંની પરિસ્થિતિને સારી રીતે સમજી શકયો

સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના પપ્પા અરવિંદ પૂજારાના મતે ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ પહેલાં યોર્કશર વતી રમવાને કારણે તેમના દીકરાને ત્યાંની પરિસ્થિતિ સમજાઈ હતી તેમ જ એનો ફાયદો પણ થયો હતો.

કાઉન્ટીમાં રમવાને કારણે પડકારો ઝીલવા માટે તે માનસિક રીતે ઘણો મજબૂત બન્યો હતો. ૨૦૧૫માં યોર્કશરને કાઉન્ટી ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા પૂજારાને ફરીથી સાઇન કરવામાં આવ્યો હતો.

ચેતેશ્વરના પહેલા કોચ અને મેન્ટર અરવિંદ પૂજારાએ કહ્યું હતું કે આ વખતે તે ૧૨ ઇનિંગ્સમાં ૧૭૨ રન જ કરી શકયો જેમાં ૪૧ રન સર્વોચ્ચ સ્કોર હતો. તે ત્યાં ગયો ત્યારે ભારે ઠંડી હતી.

ત્યાર બાદ વરસાદને કારણે પિચ બેટ્સમેનો માટે ઘણી મુશ્કેલ બની હતી તો ત્યાર બાદ અચાનક ગરમી પડી. આવી બધી પરિસ્થિતિમાં રમવાને કારણે તે ઇગ્લેન્ડના બોલરોનો ટેસ્ટ સિરીઝમાં કઈ રીતે સામનો કરવો એ માટે તૈયાર થઈ ગયો. કમરના દુખાવાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામે ચેતેશ્વર પૂજારાની ૮૪ રનની ઇનિંગ્સ પણ અરવિંદ પૂજારા નહોતા જોઈ શકયા. તેના પપ્પાએ કહ્યું હતું કે કાઉન્ટી ક્રિકેટની અલગ જ મજા છે. વળી એમાં રમવાને કારણે મળેલા અનુભવનો ચેતેશ્વર પૂજારાને ઘણો ફાયદો થયો હતો.

૨૦૧૭માં પૂજારાએ પહેલી વખત પોતાની કરીઅરમાં એક વર્ષમાં ૧૦૦૦ રન બનાવ્યા હતા.

(3:26 pm IST)