Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભારતના પ્રવાસે નહિં આવે ગેઈલ

વેસ્ટ ઈન્ડિઝે કરી વન-ડે અને ટી-૨૦ ટીમની ઘોષણા વર્લ્ડકપમાં રમશે : ત્રણ યુવા ખેલાડીઓને કેરેબિયન ક્રિકેટ બોર્ડે આપી તક

આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલ અંગત કારણોસર ભારત સામેની વન-ડે અને ટી-૨૦ સિરીઝમાંથી બહાર રહેશે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ ત્રણ નવા ચહેરાને ટીમમાં તક આપી છે. ક્રિકેટ બોર્ડની સિલેકશન કમિટીના અધ્યક્ષ કર્ટની બ્રાઉને ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ક્રિસ ગેઇલ ભારત અને બંગલા દેશના પ્રવાસે નહીં આવે. તે પસંદગી માટે ઉપલબ્ધ નથી. જોકે ઇંગ્લેન્ડની ટીમના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ અને આગામી વર્લ્ડ કપ માટે એ ઉપલબ્ધ રહેશે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ અત્યારે બે ટેસ્ટ-મેચની સિરીઝની પહેલી મેચ હારી ગઈ છે. એને પાંચ વન-ડે એને ૩ ટી૨૦ મેચ રમવાની છે. પહેલી વન-ડે ગુવાહાટીમાં ૨૧ ઓકટોબરથી શરૂ થશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઓપનર ચંદરપોલ હેમરાજ, ઓલરાઉન્ડર ફેબિયન એલન અને ફાસ્ટ બોલર ઓશન થોમસની પસંદગી કરી છે. કીરોન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને આજે રસેલે પણ ટી-૨૦ ટીમમાં વાપસી કરી છે.

રસેલ ઈજાને કારણે વન-ડે સિરીઝમાં નહીં રમે. અલ્ઝારી જોસેફે ટીમમાં પસંદગી પહેલાં ફિટનેસ ટેસ્ટ આપવી પડશે. ડ્રવેઇન બાવો અને સ્પિનર સુનીલ નારાયણને પણ ટીમમાં સ્થાન નથી મળ્યું. વન-ડે ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર હશે તો વ્૨૦ ટીમનું નેતૃત્વ કાર્લોસ બ્રેથવેટના હાથમાં રહેશે.

વેસ્ટ ઇન્ડીઝની વન-ડે ટીમ

જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલન, સુનીલ અંબરીસ, દેવેન્દ્ર બિશુ, ચંદરપોલ હેમરાજ, શિમરન હેટમાયર, શાઈ હોપ, અલ્ઝારી જોસેફ, એવિન લુઈસ, એંગ્લી નર્સ, કીમો પોલ, રોલમેન પોવેલ, કીમાર રોચ અને માર્બન સેમ્યુઅલ્સ.

વેસ્ટ ઇન્ડીઝની ટી-૨૦ ટીમ

કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરન હેટમાયર, એવિન લુઈસ, ઓબેડ મેકકોય, એંગ્લી નર્સ, કીમો પોલ, ખારી પિયર, કીરોન પોલાર્ડ, રોલમેન પોવેલ, ડેનિસ રામદીન, આદ્રે રસેલ, શેરફેન રૂધરફોર્ડ અને ઓશન થોમસ.

(3:25 pm IST)