Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઇંગ્લેન્ડે ઓશિઝના નામનું નાહી નાખ્યું

૩૮૩ રનના ટાર્ગેટ સામે સ્ટોકસ, બેરસ્ટો અને બટલર ફેલ થતાં ઇંગ્લેન્ડની ટીમ ૧૯૭ રને થઇ આઉટ, પાંચમી ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતશે તો પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે

મેન્ચેસ્ટરઃ જોસ બટલર અને ક્રેગ ઓર્વટનની ર૧ ઓવર સુધી સંઘર્ષભરી બેટિંગ છતાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટના પાંચમા દિવસે ૧૮પ રનથી હરાવીને પ્રતિષ્ઠિત એશિઝ ટ્રોફી રિટેન કરી હતી. પ્રવાસી ટીમે આ જીત સાથે સિરીઝમાં ર-૧ની અપરાજિત લીડ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે હોમ પિચ પર જાન્યુઆરીમાં એશિઝ સિરીઝ ૪-૦થી જીતી હતી. ૩૮૩ રનના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડની ટીમ ૯૧.૩ ઓવરમાં ૧૯૭ રન બનાવીને આઉટ થઇ હતી. ર૧૧ અને ૮ર રનની અફલાતુન ઇનિંગ્સ રમનાર સંકટમોચક સ્ટીવન સ્મિથને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

         પાંચમી દિવસે ર વિકેટે ૧૮ રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરતાં જો ડેન્લીએ વર્લ્ડ કપના હીરો જેસન રોય સાથે ૬૬ રનની પાર્ટનરશિપ કરી હતી. બેન સ્ટોકસ ફકત એક અને જોની બેરસ્ટોએ રપ રન બનાવતાં હોમ ટીમ પ્રેશરમાં આવી હતી. જોસ બટલરે ૧૧૧ બોલમાં ૩૪ રન બનાવીને સારી ફાઇટ આપી હતી. પેટ કમિન્સે ૪, નેથન લાયને ર જયારે જોશ હેઝલવુડ અને મિચલ સ્ટાર્કે એક-એક વિકેટ લીધી હતી.

(4:35 pm IST)
  • ભારતીય સેનાએ આતંકીઓથી ભરેલી પાકિસ્તાની પોસ્ટ ફૂંકી મારી : લાશોના ઢગલા : એલઓસી પાસે લિપ વૈલી વિસ્તાર સ્થિત પાકિસ્તાની પોસ્ટ તબાહ : લિપ વૈલી પાસેની પન્ડુ વિસ્તારમાં બનેલી આ પોસ્ટમાંથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાતું હતું અને આતંકીઓને ઘુસાડવા માટે લોન્ચપેડ તરીકે ઉપયોગ થતું હતું : ભારતીય સેનાએ નષ્ટ કરી દેતા અનેક આતંકીઓના મોત access_time 12:57 am IST

  • બાબરી કેસમાં કલ્યાણસિંહ વિરુદ્ધ કોર્ટ પહોંચી સીબીઆઈ : રાજ્યપાલપદે કાર્યકાળ પૂરો થયા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા કલ્યાણસિંહ :બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા કલ્યાણસિંહને સમન્સ પાઠવવા સીબીઆઈએ લખનૌની વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી access_time 1:03 am IST

  • રાત્રે ૯:૩૦ વાગ્‍યે અમદાવાદમાં છેલ્‍લા ૧ કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે access_time 9:39 pm IST