Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રાફેલ નડાલે ચોથી વખત જીત્યો યુએસ ઓપનનો ખિતાબ: 19મો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો

રશિયાનાં ડેનિલ મેદવેદેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો.

સ્પેનિશ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સોમવારે પોતાનો 19 મો ગ્રાન્ડ સ્લેમ અને ચોથી વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. આર્થર એશ સ્ટેડિયમ ખાતે યુએસ ઓપનનાં પુરૂષ સિંગલ્સ ફાઇનલમાં નડાલે રશિયાનાં ડેનિલ મેદવેદેવને હરાવ્યો. સ્પેનિશ ખેલાડીએ સાડા ચાર કલાકની જહેમત બાદ રશિયન ખેલાડીને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો. નડાલ હવે રોજર ફેડરરનાં તમામ સૌથી વધારે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલથી માત્ર એક પગથિયુ પાછળ છે.

નડાલે ફ્રેન્ચ ઓપનમાં 12 ટાઇટલ જીત્યા છે. વિમ્બલ્ડનમાં પણ બે જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં એક જીત્યો હતો. યુએસ ઓપનમાં તેનું આ ચોથું ટાઇટલ હતું. ડાબા હાથથી ટેનિસનું રેકેટ પકડનાર નડાલે શરૂઆતમાં રશિયન યુવક પર ઘણું દબાણ કર્યું હતું અને સતત બે સેટ જીત્યા હતા. એવું લાગી રહ્યું હતું કે નડાલ સરળતાથી ફાઈનલ જીતી જશે. જો કે, રશિયન યુવાનનો ઇરાદો કઇક અલગ જ હતો. તેણે ત્રીજા સેટમાં પોતાનો કમાલ બતાવ્યો અને નડાલને 7-5થી હરાવીને પ્રેક્ષકોને ચોંકાવી દીધા. આ પછી, મેદવેદેવે ચોથો સેટ સરળતાથી જીતી લીધો અને મેચને નિર્ણાયક સેટ પર પહોંચાવ્યો.

(12:57 pm IST)