Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વિરાટ કોહલી વિશ્વનો નંબર-1 બેટ્સમેન :ક્રિકેટ દુનિયાના તમામ રેકોર્ડ તોડશે :સ્ટીવ વો

 

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કરીને તેને વિશ્વનો નંબર 1 બેટ્સમેન ગણાવ્યો છે.વૉએ કોહલીને તેના દેશના ટૉપ ક્રિકેટર સ્ટીવ સ્મિથથી પણ ઉપર ગણાવ્યો છે  ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કોહલીએ 149 અને 51 રનની ઈનિંગ રમી હતી અને તેના કારણે તે ICC ટેસ્ટ રેકિંગમાં પ્રથમ નંબરે પહોંચી ગયો છે. વિરાટે સ્મિથને પાછળ છોડી આ સ્થાન મેળવ્યું છે.

   કોહલીની પ્રશંસા કરતા વૉએ જણાવ્યું કે, ‘મને લાગે છે કે, સ્ટીવ સ્મિથમાં રનની ભૂખ સૌથી વધુ છે પણ અત્યારે તે 1 વર્ષ માટે ક્રિકેટથી દૂર છે. આવામાં વિરાટ સૌથી શાનદાર છે. તેને મોટી તકની શોધ રહે છે, એવી જ રીતે જેવી રીતે બ્રાયન લારા, સચિન તેંડુલકર, વિવ રિચર્ડ્સ અને જાવેદ મિયાંદાદને રહેતી હતી 

  એક ઈન્ટરવ્યુમાં વૉએ કહ્યું કે, ‘કોહલી પાસે ગજબની ટેકનીક છે અને તેવી કળા વર્તમાન ક્રિકેટમાં અન્ય કોઈની પાસે નથી. એબી ડિ વિલિયર્સ આવો જ છે પણ તે ટેસ્ટ સ્ટીવ વૉ અગાઉ પણ કોહલીની પ્રશંસા કરી ચૂક્યો છે.

  ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વિરાટની શાનદાર ઈનિંગ જોયા બાદ વૉએ તેના વખાણ કરતા લખ્યું હતું કે, ‘આ ગ્લોબલ સુપરસ્ટાર છે જે ક્રિકેટની દુનિયાના તમામ રેકોર્ડ્ઝ તોડશે.ક્રિકેટ છોડી ચૂક્યો છે, આવામાં વિરાટ આગળ નીકળી જાય છે.

(10:23 pm IST)