Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ટીમમાં સિલેક્શન માટે ઉંમર નહિ પણ પરઅફોમન્સ ધ્યાનમાં લેવું જોઈએ: સચિન

નવી દિલ્હી:ઈંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ એજબેસ્ટોન ટેસ્ટમાં યુવા ઓલરાઉન્ડર સેમ કરનને તક આપી હતી અને ૨૦ વર્ષીય સેમે નોંધપાત્ર દેખાવ કરતાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ઈંગ્લેન્ડે ૨૦ વર્ષના ઓલી પૉપ નામના ખેલાડીને બીજી ટેસ્ટ માટેની ૧૩ ખેલાડીઓની ટીમમા સામેલ કર્યો છે. ત્યારે ભારતના લેજન્ડરી બેટસમેન તેંડુલકરે કહ્યું છે કે, ટીમમાં સિલેક્શન માટે ઉંમર નહિ પણ પરઅફોમન્સ ધ્યાનમાં લેવું જોઈએ. તેંડુલકરે આ કોમેન્ટ ઈંગ્લેન્ડના બોલ્ડ નિર્ણય અંગે કરી હતી. જોકે કેટલાક ચાહકો માને છે કે, તેંડુલકરે આ કોમન્ટથી ભારતીય ટીમ મેનેજમેન્ટને પણ આડકતરી સલાહ આપી છે. તેંડુલકરે એવો ઈશારો કર્યો છે કે, ભારત પણ કુલદીપ યાદવ તેમજ રિષભ પંત જેવા ખેલાડીઓને તક આપી શકે છે. આ અંગે તેંડુલકરે એમ પણ કહ્યું હતુ કે, હું જ્યારે ૧૬ વર્ષનો હતો, ત્યારે મારી પ્રથમ મેચ રમ્યો હતો. આ એ રીતે મારા માટે મદદગાર સાબિત થઈ, કારણ કે મને ત્યારે ખબર નહતી કે, અક્રમ, વકાર, ઈમરાન ખાન અને કાદીરનો સામનો કરવો એટલે શું કહેવાય. તે સમયના શ્રેષ્ઠતમ બોલર્સ હતા. જોકે મેં કોઈ પ્રકારના ભય વિના તેમનો સામનો કર્યો હતો.
 

(5:34 pm IST)