Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રોજર કપમાં સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાની આગેકૂચ

નવી દિલ્હી:સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાએ ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસ સામેના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ૧-૬, ૭-૫, ૭-૫થી વિજય મેળવતા રોજર્સ કપ ૧૦૦૦ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં આગેકૂચ કરી હતી. વાવરિન્કાને જીતવા માટે બે કલાક સુધી સંઘર્ષ કરવો પડયો હતો. સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે બોસ્નીયાના લકી લુઝર બાસીચ સામે ૬-૩, ૭-૬ (૭-૩)થી વિજય મેળવીને રોજર્સ કપનો પ્રારંભ કર્યો હતો. છઠ્ઠો સીડ ધરાવતા સિલીકે તેના જ દેશ ક્રોએશિયાના યુવા ખેલાડી બોર્ના કોરિકને ૬-૩,૩-૬, ૬-૧થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતુ. જ્યારે બુલ્ગારિયાના ડિમિટ્રોવે સ્પેનના વર્ડાસ્કોને ૪-૬, ૬-૨, ૭-૬ (૭-૫)થી હરાવીને વિજયી શુભારંભ કર્યો હતો. હોમગ્રાઉન્ડ પર રમી રહેલા કેનેડાના રાઓનિકે ૬-૧, ૬-૪થી ફ્રાન્સના જેરોમી ચાર્ડી સામે વિજય મેળવ્યીને આગેકૂચ પ્રાપ્ત કરી હતી. ગ્રીસના સીત્સીપાસે બોસ્નીયાના ઝુમ્હુરને ૬-૩, ૭-૫ (૭-૩)થી તેમજ અમેરિકાના ટીએફોએ ૭-૬ (૭-૩), ૬-૧થી ઈટાલીના સેસીનાટોને પરાસ્ત કર્યો હતો. નેધરલેન્ડના રોબિન હાસે જાપાનના નિશિકોરીના પડકારનો ૭-૫,૬-૧થી અંત આણ્યો હતો.
 

(5:33 pm IST)