Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઓસ્ટ્રેલિયાના ગોલ્ફર જારોડ લીલનું કેન્સરથી માત્ર 36 વર્ષે મોત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ ગોલ્ફર જારોડ લીલનું કેન્સરની બીમારીના લીધે 36 વર્ષની ઉંમરે દુઃખદ અવશાન થયું છે તેના પરિવારમાં પત્ની તથા બે પુત્રીઓ છે જેમની ઉંમર 2 અને 6 વર્ષ છે. તેને 2008માં નેશનવાઈડ ટુરમાં બે વખત જીત નોંધાવી હતી જયારે તે યુવા હતા ત્યારે તેને તપાસમાં લ્યુકીમિયાં બીમારીની ખબર પડી હતી પણ સમયસર સારવાર લેતા 2012 અને 2017માં ફરીથી સારી શરૂઆત કરી હતી. બીજી વખત કેન્સરને માટે આપીને 2013માં અમેરિકા પીજીએ ટુરનો ખિતાબ જીત્યો હતો.

પત્ની બ્રાઈની લીલે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જારોડે છેલ્લા એક અઠવાડિયાથી પરિવાર અને અંગત મિત્રો સાથે સમય પસાર કર્યો હતો.

(5:27 pm IST)